મોરબીની ખાનગી હોસ્પિટલો-કલીનીકમાં આરોગ્ય વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ

તમામ હોસ્પિટલ-કલીનીક નિયમોનુસાર ચાલતા હોવાનો સુર

        મોરબી જીલ્લામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ખાનગી હોસ્પિટલ અને કલીનીક ખાતે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં ચેકિંગ કરેલ તમામ હોસ્પિટલ અને કલીનીકમાં નિયમોનુસાર કાર્યવાહી થતી હોવાનું આરોગ્ય વિભાગની ટીમે જણાવ્યું હતું

        મોરબી જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરાના માર્ગદર્શન હેઠળ PC PNDC એક્ટ હેઠળ ખાનગી કલીનીક અને હોસ્પિટલોમાં વેરીફીકેશન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના તાલુકા હેલ્થ ઓફિસર ઉપરાંત ટંકારા, વાંકાનેર અને હળવદના અધિકારીઓ પણ ચેકિંગમાં જોડાયા હતા મોરબી શહેરમાં આવેલ સાત કલીનીક અને શહેરની નામાંકિત હોસ્પિટલમાં ચેકિંગ કર્યું હતું જેમાં ભ્રુણ પરીક્ષણ તેમજ રજીસ્ટ્રેશન સહિતના ચેકિંગ કરવામાં આવ્યા હતા જોકે આરોગ્ય ટીમના ચેકિંગમાં સાત પૈકી એકપણ હોસ્પિટલ કે કલીનીકમાંથી કોઈ નિયમભંગ સામે આવ્યો ના હતો તેવી માહિતી આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત થઇ છે સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવવા માટે ભ્રુણ પરીક્ષણ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે ત્યારે આવી પ્રવૃત્તિ થતી નથી ને તેનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું જોકે મોરબીની હોસ્પિટલ અને કલીનીકો નિયમોનું પાલન યોગ્ય રીતે કરતી હોય તેમ પણ આરોગ્યના અધિકારીઓએ જણાવ્યું હતું  

Comments
Loading...
WhatsApp chat