મોરબી પોલીસ પાસે નાઈટ પેટ્રોલિંગ માટે સુપરકોપ બાઈક

જીલ્લા એસપીએ ગુન્હાખોરીને ડામવા ભયું પગલું

મોરબી શહેર અને જીલ્લામાં રાત્રી દરમિયાન ઘરફોડ ચોરી અને વાહનચોરી જેવા કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે જીલ્લાના નવા એસપી ગુન્હાખોરીને ડામવા માટે વિવિધ પગલા ભરી રહ્યા છે જેમાં પોલીસને નાઈટ પેટ્રોલિંગ માટે ખાસ ત્રણ સુપરકોપ બાઈક તૈયાર કરવામાં આવ્યા છે

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા દ્વારા શહેરમાં સુપર કોપ નાઈટ પેટ્રોલિંગ શરુ કરવામાં આવેલ છે જે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન શહેરમાં બંટી તમામ પ્રકારની અસામાજિક પ્રવુંતીઓ જેવી કે શરીર / મિલકત સંબંધી, ખૂન, ખૂનની કોશિષ, રાયોટ, લુટ, ધાડ, ઘરફોડ ચોરીઓ વગેરે ગુન્હાઓ બનતા અટકાવવા માટે સુપર કોપ નાઈટ પેટ્રોલિંગ શરુ કરવાનું આયોજન કરેલ છે.જે સુપરકોપ નાઈટ પેટ્રોલિંગ શહેરના મુખ્ય ૭૦ જેટલા રૂટ પર પેટ્રોલિંગ કરવામાં આવશે. સદરહુ સુપરકોપ નાઈટ પેટ્રોલિંગમાં દરરોજ ૧ પીએસઆઈ તથા બીજા પાંચ પોલીસ કર્મચારીઓ મોરબી પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્પેશીયલ ત્રણ મોટર સાયકલ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે.

આ પેટ્રોલિંગ પોલીસ સાથે હેલ્મેટ, બ્રીથ એનેલાઈઝર, તથા બેટનલ સ્ટીક સાથે સાથે પેટ્રોલિંગ કરવામાં આવશે આ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ઈશમ કોઈ ગુન્હો કરવાના પૂર્વ ઈરાદે મળી આવ્યો કે કોઈ ચીજ વસ્તુ કે જેના આધાર બીલ સાથે ન હોય તેણે ચોરી અથવા તો છળકપટ પૂર્વક મેળવેલ મિલકત જણાતી હોય ગે.કા. હથિયાર તથા છરી./ તલવાર વગેરે તિક્ષ્ણ હથિયાર/ ચોરી ઘરફોડ ચોરી માટેના સાધનો વગેરે સાથે મળી આવેલ ઇસમો તથા પ્રોહીબીશન મુદામાલ/ દારૂ પીધેલ હાલતમાં વાહન ચલાવતા મળી આવેલ ઇસોમ અંગે તુરંત જ તેના વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.તેમજ દર કલાકે મુખ્ય સ્થળો બસ સ્ટેશનો, સોની બજાર, મોલ અને ભીડ ભાડ વાળા સ્થળો એ ૧૫ મિનીટ હોલ્ટ કરશે અને આકસ્મિક ધટના સમયે સુપર કોપ ટીમ તુરંત જ પહોચીને કાર્યવાહી કરવામાં આવશે તેમ મોરબી જીલ્લા પોલીસ વડાની યાદીમાં જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat