


મોરબીમાં રવિવારે ધોરણ 1૦-12 અને ગ્રેજ્યુએટ થયેલ વિધાર્થીઓ માટે માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિષ્ણાતો ઉપસ્થિત રહીને વિધાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડશે.
તાજેતરમાં ધોરણ ૧૦-12 ના પરિણામો જાહેર થયા છે અને વિધાર્થીઓમાં ખુશી ફેલાય છે ત્યારે ધોરણ ૧૦-12 અને ગ્રેજ્યુએટ પછી આગળ ક્યા રસ્તે જવું તે માટે વિધાર્થીઓ તથા વાલીઓ મુજવણમાં હોય છે તો આવા સમયમાં મોરબીમાં આગમી તા.૩ ને રવિવારે સવારના ૮ થી ૧૧ વાગ્યા સુધી સતવારા જ્ઞાતિની વાડી કાલિકા પ્લોટ ખાતે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામ આવ્યું છે.જેમાં મોરબીના અધિક કલેકટર કેતન જોશી, મારવાડી યુનીવર્સીટીના ફેકલ્ટી ડીન ડો. રાજેશ પટેલ તથા ઈલેક્ટ્રોનિક & કોમ્યુનીકેશન વિભાગના હેડ ડો. રાજેન્દ્ર પટેલ, જીલ્લા માહિતી અધિકારી ભરત ફૂલતરીયા, આઈ.ટી.આઈ મોરબીના પ્રિન્સીપાલ આર.જે.કૈલા, આઈ.ટી.આઈ.ના એડવાઈઝર એમ.આર.બોપલીયા અને યુ.એન.મહેતા આર્ટસ કોલેજના કે.આર.દંગી સહિતના નિષ્ણાતો ઉપસ્થિત રહીને વિધાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડશે.

