સુઝલામ સુફલામ યોજના, આવતીકાલે મોરબીની મચ્છુ નદીની સફાઈ

જીલ્લાના પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં નદીની સફાઈથી યોજનાનો શુભારંભ

 

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્થાપના દિવસથી સુઝલામ સુફલામ યોજના શરુ કરવામાં આવનાર છે જેમાં તળાવો અને ચેકડેમ ઊંડા ઉતારવાની સાથે નદીઓની સફાઈ અભિયાન અંતર્ગત આજે જીલ્લા પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં મોરબીની મચ્છુ નદીની સફાઈ સાથે યોજના પ્રારંભ કરવામાં આવશે

મોરબીમાં તા. ૧ મેં ના રોજ સવારે ૧૦ કલાકથી સુઝલામ સુફલામ યોજનાનો પ્રારંભ થશે જેમાં જીલ્લાના પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે મચ્છુ નદીની સફાઈથી પ્રારંભ કરાશે. સામાકાંઠે મહાપ્રભુજી બેઠક નજીકથી કાર્યક્રમ શરુ થશે જેમાં મચ્છુ નદીને શુદ્ધિકરણ અને ડીપનીંગ કાર્યની શરૂઆત કરાશે

તે ઉપરાંત ટંકારાના વીરપર ગામે બપોરે ૧૨ કલાકે તેમજ હળવદ ખાતે બપોરે ત્રણ કલાકે તળાવ ઊંડા ઉતારવાની કામગીરી પ્રભારી મંત્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવશે. રાજ્યભરમાં તા. ૧ થી ૩૧ મેં સુધી યોજના અંતર્ગત વિવિધ કામો કરવામાં આવશે જેમાં મોરબી જીલ્લામાં ચેકડેમો અને તળાવો ઊંડા ઉતારવાની કામગીરી કરી જળસ્તર ઊંચા લાવી જળસંચય અભિયાન ચલાવવામાં આવનાર છે

Comments
Loading...
WhatsApp chat