મોરબીમાં મચ્છુ નદીની સફાઈથી સુઝલામ સુફલામ યોજનાનો શુભારંભ

દત્તક લેવાયેલા ૧૭૫ સહીત ૧૮૭ ગામોમાં કામગીરી શરુ

 

મોરબી જીલ્લામાં સુઝલામ સુફલામ યોજનાના પ્રારંભે આજે ગુજરાત સ્થાપના દિવસ નિમિતે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ નદીની સફાઈ કરવામાં આવી હતી જે પ્રસંગે જીલ્લાના પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલ, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, માજી ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના સ્થાપના દિનથી મોરબી જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવ ઊંડા ઉતારવાના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હયાત ચેક ડેમોનું ડિસીલટિંગ, હયાત જળાશયોનું ડિસિલટીંગ, નદીઓમાં થતું પ્રદુષણ અટકાવવાની કામગીરી, નદીઓના કાંઠે વૃક્ષારોપણ કરવું, નદીના પ્રવાહને અવરોધરૂપ જાડી ઝાંખરા દૂર કરવા, વન તલાવડી નદીને પુનઃજીવીત કરવા સહિતની અનેકવિધ પ્રવૃતિઓ તા.૧ થી ૩૦ સુધી લોકભાગીદારીથી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

વિવિધ સંસ્થાઓ તેમજ ઔદ્યોગિક એકમો મોરબી જિલ્લાના ૧૭૫ ગામોને દત્તક લઈને અભિયાનની તમામ કામગીરી સ્વખર્ચે કરશે. જેમાં મોરબીના ઔદ્યોગિક એકમો તેમજ સંગઠનો જેવાકે ગુજરાત ગ્રેનોઇટ મેન્યુ.એસો.એ ૧૦ ગામ, મોરબી-ઢુવા ગ્લેઝ ટાઇલ્સ એસો.એ ૧૦ ગામ, સેનેટરી વેર મેન્યુ.એસો.એ ૧૦ ગામ , ફ્લોર વોલ ટાઇલ્સ એસો.એ ૧૦ ગામ, પેપર મીલ એસો.એ ૫ ગામ, એપીએમસીએ ૪ ગામ, કોલ એસો.એ ૫ ગામ આમ કુલ ૫૪ ગામ દત્તક લીધા છે.

તે ઉપરાંત માળિયાના જયદીપ સોલ્ટ પ્રા. લી. એ ૫ ગામો, દેવ સોલ્ટ પ્રા. લી. એ ૫ ગામો, શ્રી રામ સોલ્ટ પ્રા. લી. એ ૫ ગામો અને અન્ય સોલ્ટ એકમોએ ૧૨ ગામો મળી ને કુલ ૨૭ ગામો દત્તક લીધા છે. વાંકાનેરના લિઝ ધરકોએ ૧૦ ગામ, કોલ એસો.એ ૫ ગામ, ગુજરાત ગ્રેનાઈટો મેન્યુ.એસોએ ૫ ગામો, કાર્ય પાલક ઈજનેર- માર્ગ અને મકાન જિલ્લા પંચાયતે ૫ ગામ, કાર્ય પાલક ઈજનેર- માર્ગ અને મકાન વિભાગ જિલ્લા સેવા સદને ૫ ગામો તેમજ એપીએમસીએ ૬ ગામો મળીને કુલ ૩૬ ગામો દત્તક લીધા છે. આજે મોરબીની મચ્છુ નદીની સફાઈ પ્રારંભમાં જીલ્લાના વહીવટી તંત્ર, નગરપાલિકા સાથે મોરબીની જાણીતી સંસ્થા યંગ ઇન્ડિયા ગ્રુપ પણ જોડાયું હતું અને નદીની સફાઈ હોશભેર કરવામાં આવી હતી.

 

દેવ સોલ્ટ દ્વારા હરીપર ગામે અભિયાનનો પ્રારંભ

માળિયા તાલુકાના હરીપર નજીક આવેલી દેવ સોલ્ટ કંપનીએ હરીપર ગામમાં તળાવ ઊંડા ઉતારવાની કામગીરી શરુ કરી છે જેમાં કંપનીના જનરલ મેનેજર એ.કે.કોટેચા તેમજ CSR વિવેક ધ્રુણા સહિતના જોડાયા હતા અને અભિયાનનો ગ્રામજનો સાથે મળીને પ્રારંભ કર્યો છે.

 

વવાણીયા ગામે જયદીપ કંપનીએ કર્યો કામગીરીનો પ્રારંભ

માળિયા તાલુકામાં આવેલી જયદીપ એન્ડ કંપની મીઠા ઉદ્યોગમાં અગ્રણી નામ ધરાવે છે જે કંપનીના સંચાલક દિલુભા જાડેજાની આગેવાનીમાં કંપનીના અગ્રણીઓએ ગ્રામજનો સાથે મળીને વવાણીયામાં તળાવો ઊંડા ઉતારવાની અને કાપ કાઢવાની કામગીરીની શુભ શરૂઆત કરવામાં આવી છે.

 

Comments
Loading...
WhatsApp chat