મોરબીના રવાપર રોડ પર ટેઈલર દુકાનમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના સતત ધમધમતા એવા રવાપર રોડ વિસ્તારમાં સમી સાંજે યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. યુવાને પોતાની દુકાનમાં પાંખે લટકીને ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું છે

મોરબીના પોશ વિસ્તાર એવા રવાપર રોડ પર આવેલ સાગર લેડીઝ ટ્રેઈલર નામની દુકાનના સંચાલક દિવ્યેશ પંકજભાઈ પીઠડીયા (ઉ.૨૮) રહે-ગ્રીનચોક વિસ્તાર નામના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. રવાપર રોડ પર આવેલી સાગર લેડીઝ ટેઈલરમાં જ યુવાને પંખે લટકી આપઘાત કરી લીધો છે જોકે યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે કારણ જાણી સકાયું નથી ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને યુવાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ ચલાવી છે તેમજ આપઘાતનું કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Comments
Loading...
WhatsApp chat