Billboard ad 1150*250

મોરબીમાં આધેડનો આપઘાત, વાંકાનેર રેલ્વે ટ્રેક પરથી મૃતદેહ મળ્યો

0 230
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીના લીલાપર રોડ પર આધેડનો આપઘાત

Post ad 2

        મોરબીના લીલાપર રોડ પર આવેલ જય ગોપાલ કારખાનામાં રીહને મજુરી કરતા ગોવિંદભાઈ વશરામભાઈ સાવરીયા (ઉ.વ.૪૫) વાળા પોતાના ઘરે બીમારી સબબ કંટાળીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

વાંકાનેરમાં રેલ્વે ટ્રેક પાસેથી મૃતદેહ મળી આવ્યો

        વાંકાનેરના મોર્ડન સ્કૂલ સામેના રેલ્વે ટ્રેક પાસે ડેડબોડી પડી હોય જે અંગે વાંકાનેરના જીનપરા વિસ્તારના રહેવાસી હરેશભાઈ બુદ્ધદેવે પોલીસને જાણ કરતા પોલીસ દોડી ગઈ હતી અને મૃતક હકાભાઇ બુધ્ધાભાઈ મકવાણા રબારી (ઉ.વ.૪૫) રહે પેડક સોસાયટી વાંકાનેર વાળા હોવાનું ખુલ્યું હતું પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે તેમજ આધેડનું મોત કેવી રીતે થયું તે જાણવા ધોરણસરની તપાસ હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat