

બનાવની મળતી વિગત મુજબ ટંકારા લજાઈ ચોકડી પાસે રહેતી મનિષાબેન સુનીલભાઈ નિનામા પરણીતાએ ગઈકાલે પોતાના ઘરે અગમ્ય કારણો સર ઝેરી દવા પી જતા તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ટંકારા પોલીસે પાસેથી મળતી વિગત મુજબ પરણીતનો લગ્નગાળો અંદાજે ૨ વર્ષનો છે પણ ક્યાં કારણોસર આ પગલું પરણીતા એ ભર્યું તે હજુ જાણવા મળ્યું નથી જેની વધુ તપાસ તપાસ ટંકારા પોલીસ ચલાવી રહી છે