


મોરબીની લખધીરસિંહજી એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતા ઈજનેરી છાત્રોણા યાદવ એન્જીનીયરીંગ સોશ્યલ ગ્રુપ દ્વારા શહેરના અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
સ્વામીનારાયણ મંદિર સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી યોજાયેલા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં કોલેજીયન યુવાનોએ રક્તદાન કરીને કેમ્પને સફળ બનાવ્યો હતો રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે યાદવ એન્જીનીયરીંગ સોશ્યલ ગ્રુપના નરસંગભાઈ હુંબલ, વિપુલ બાલદાનીયા, મનોજ કરંગીયા અને ભાર્ગવ કલસારીયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી