મોરબીના એસર ગ્રેનાઈટોમાં યોજાયેલ રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન

મોરબીના એસર ગ્રેનાઈટો દ્વારા તાજેતરમાં ફેક્ટરી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામીનારાયણ મંદિર સંસ્કાર બ્લડ બેંકના સ્વામીનારાયણ સંતોની પ્રેરણાથી ફેક્ટરી ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જે રક્તદાન કેમ્પમાં ૧૫૩ દાતાઓએ રક્તદાન કરીને કેમ્પને સફળ બનાવ્યો હતો રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે ACER GRANITO ગ્રુપના સંચાલક સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી અને રક્તદાન કરનાર તમામ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો

Comments
Loading...
WhatsApp chat