સાચી દિશામાં મહેનત કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે, બોર્ડ ફર્સ્ટ વિદ્યાર્થીનીનો ઈન્ટરવ્યું

                          આજે ધોરણ ૧૦ ના જાહેર થયેલા પરિણામોમાં મોરબી જીલ્લાની બે વિદ્યાર્થીઓ બોર્ડ ફર્સ્ટમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે. જેમાં નવયુગ વિદ્યાલયની હેત્વી મોકાસણા અને નાલંદા વિદ્યાલયની ચાંદની ગોધાણીએ બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યારે ધોરણ ૧૦ માં ૯૯.૯૯ PR મેળવીને બોર્ડમાં ક્રમાંક મેળવનાર ચાંદની ગોધાણીનો “મોરબીન્યુઝ” ટીમે ખાસ ઈન્ટરવ્યું કર્યો હતો જે અહી પ્રસ્તુત છે.

                        મોરબી નજીક આવેલી નાલંદા વિધાલયમાં અભ્યાસ કરતી ચાંદની ગોધાણીના પિતા બાંધકામ કોન્ટ્રાકટર છે અને તેના માતાપિતા પણ ઓછો અભ્યાસ કરેલો છે જોકે પોતાની દીકરી પાછળ પુષ્કળ મહેનત કરીને તેણે આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી હતી તો ચાંદનીના જ શબ્દોમાં કહીએ તો “ તનતોડ મહેનત કરવાથી નહિ પરંતુ સાચી દિશામાં મહેનત કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે “ આ જ તેની સફળતાનું સૂત્ર છે અને એ સુત્રને તેણે આત્મસાત કરીને પરિવાર, શાળા અને મોરબીનું નામ રોશન કર્યું છે.

                       ધોરણ ૧૦ માં ઝળહળતી સફળતા મેળવનાર ચાંદનીને આગળ મેડીકલનો અભ્યાસ કરીને ડોક્ટર બનીને સમાજની સેવા કરવાનું સ્વપ્ન છે. અભ્યાસ સાથે શરીર અને આરોગ્યની પુરતી કાળજી લેતી ચાંદની વિવિધ રમતો રમીને તેમજ યોગ કરીને એકાગ્રતા વધારતી હતી અને અન્ય વિદ્યાર્થીઓને પણ સાચી દિશામાં મહેનત કરવાની સોનેરી સલાહ આપી રહી છે.

 

જુઓ હોનહાર દીકરી ચાંદનીનો ઈન્ટરવ્યું

Comments
Loading...
WhatsApp chat