Billboard ad 1150*250 Billboard ad 1150*250

બાકી રહેલા ત્રણ ગામોનીં “મવડા” માંથી બાદબાકી, સતવારા સમાજમાં ખુશીની લહેર

મવડા ની રચના કરવામાં આવી ત્યારથી આ હદ વિસ્તારમાં સમાવેલા ૩૬ ગામો અને ૨ નગરપાલિકા દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ૩૬ ગામોના સરપંચો દ્વારા ઉગ્ર આંદોલન ચલાવતા ગત વર્ષે સરકારે ૩૬ પૈકીના ૩૩ ગામોની બાદબાકી કરી હતી જોકે બાકી રહેલા ત્રાજપર, માધાપર અને વજેપર એ ત્રણ ગામો જેમાં સતવારા સમાજની વધારે વસ્તી છે તે ત્રણ ગામોને પણ બાદબાકી કરવાની માંગ સાથે સતવારા સમાજે વિશાલ રેલી યોજી હતી અને આવેદન સહિતના કાર્યક્રમો આપવામાં આવ્યા હતા. ત્રણ ગામોને બાદબાકીની માંગને પગલે અગાઉ ધારાસભ્યને સાથે રાખીને સતવારા આગેવાનો સીએમ અને ડેપ્યુટી સીએમને મળ્યા હતા જેમાં ત્રણ ગામોને પણ મવડામાંથી મુક્તિની ખાતરી આપવામાં આવી હતી જેનો આજે નિર્ણય લેવામાં આવ્યો છે અને આખરે સરકારે બાકીના ત્રણ ગામોને મુક્તિ મળી છે. જેથી આજે મોરબીના ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, જીલ્લા ભાજપ અગ્રણી હિરેન પારેખ, સતવારા સમાજ અગ્રણી ભાવેશભાઈ કણઝારીયા, મેરૂભાઈ કણઝારીયા, હડીયલ સાહેબ, વિજય પરમાર, અને જયેશ નકુમ સહિતના રાજ્યના સીએમ વિજયભાઈ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલને રૂબરૂ મળીને મવડા માંથી નાબુદી માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ મવડા નાબુદીની લડતમાં સહકાર આપનાર ધારાસભ્ય ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા સહિતના અગ્રણીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. મવડા નાબુદી અંગેનું નોટીફીકેશાન બહાર પાડીને સરકાર બાંધકામ મંજુરીની પુનઃ સત્તા પાલિકાને સોંપી દેશે જેથી સતવારા સમાજમાં આનંદની લહેર જોવા મળી છે.

Comments
Loading...
WhatsApp chat