Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં નકલી બિયારણનું ગેરકાયદેસર વેચાણ અટકાવવા મુખ્યમંત્રીને રજૂઆત

0 122

મોરબી જીલ્લામાં ચોમાસાના સીઝન દરમીયાન વેપારીઓ દ્વારા નકલી બિયારણનું વેચાણ કરવામાં આવતું હોય જેના પગલે ગેરકાયદેસર વેચાણ કરતા વેપારીઓની તપાસ નકલી બીયારણનું વેચાણ અટકાવવા માંગ કરી છે

ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના કાન્તિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે ખેડૂતોને નકલી બિયારણ ધાબડતા એગ્રોધારક અને દુકાનદારો પર બાજ નજર રાખવા આપની કક્ષાએથી ખેતીવાડી અધિકારીને યોગ્ય આદેશ કરવા જરૂરી છે નકલી બિયારણને પગલે ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે અને દેવાના ડુંગર તળે ખેડૂતો દબાઈ જતા હોય છે જેથી આપના દ્વારા કડક સુચના સાથે આદેશ આપવામાં આવે તો નકલી બિયારણ વેચતા તત્વો પર કંટ્રોલ આવશે જેથી તાત્કાલિક યોગ્ય આદેશો કરવા માંગ કરી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat