

મોરબી નગરપાલિકામાં સત્તા પરિવર્તનના દોર બાદ માંડ સ્થિર શાસન હજુ તો ચાલ્યું ના ચાલ્યું ત્યાં કોંગ્રસનાં સસ્પેન્ડ કરાયેલા બાગી સભ્યોની ખાલી પડેલી સાત બેઠકો પર પેટા ચુંટણીની તારીખો જાહેર થઇ છે જેથી કોંગ્રેસને સત્તા જાળવી રાખવા માટે પેટા ચુંટણી જીતવી અનિવાર્ય છે અને જો ભાજપનો હાથ ઉપર રહે તો ફરીથી સત્તા પરિવર્તન જોવા મળી સકે છે
ડીસેમ્બર ૨૦૧૫ માં રાજ્યભરમાં યોજાયેલી ચુંટણી સાથે યોજાયેલી મોરબી નગરપાલિકાની ચુંટણીમાં કોંગ્રેસે ૫૨ માંથી ૩૨ બેઠકો કબજે કરી હતી જયારે ભાજપે ૨૦ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો જોકે બાગી સદસ્યોને લીધે કોંગ્રેસે સત્તા ગુમાવવી પડી હતી તો અને પક્ષાંતર ધારા હેઠળ કરેલી ફરિયાદને પગલે ૭ સભ્યો ગેરલાયક ઠેરવતા આ બેઠકો ખાલી પડી હતી
ત્યારે રાજ્યભરમાં યોજાનાર પેટા ચુંટણી સાથે આગામી તા. ૨૫ સપ્ટેમ્બરના રોજ ચાર વોર્ડની સાત બેઠકો પર પેટા ચુંટણીઓ યોજાનાર છે ત્યારે હાલની સ્થિતિ પ્રમાણે કોંગ્રેસ ૨૫ અને ભાજપ પાસે ૨૦ બેઠકો છે અને પાલિકામાં બહુમતી માટે કુલ ૨૭ સભ્યોનું સંખ્યાબળ જરૂરી હોય જેથી પેટા ચુંટણી જીતવા ભાજપ એડીચોટીનું જોર લગાવશે તો સત્તા જાળવી રાખવા કોંગ્રેસને બેઠકો જાળવી રાખવી જરૂરી છે અને જો પેટા ચુંટણીમાં ભાજપનો હાથ ઉપર રહેશે તો સત્તાના સમીકરણો ફરીથી બદલશે અને નવાજુની થઇ સકે છે



