

મોરબી જીલ્લા એસપી તરીકે ચાર્જ સાંભળ્યા બાદ ડો. કરનરાજ વાઘેલાએ તુરંત એક્શન શરુ કર્યા હોય અને એસપીના માર્ગદર્શન હેઠળ જીલ્લાની પોલીસે ટ્રાફિક ડ્રાઈવ બાદ દંગા અને પડાવ ચેક ડ્રાઈવ યોજી હતી જોકે કાઈ શંકાસ્પદ ચીજ મળી ના હતી.
જીલ્લા એસપીના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા પોલીસ સ્ટેશન તેમજ એલસીબી અને એસઓજી સહિતની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં શકમંદ ઈસમો તથા દંગા- પડાવ ચેક કરવાની ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં જીલ્લામાં કુલ ૧૫૭ સ્થળોએ દંગાઓ ચેક કરવામાં આવેલ પરંતુ કોઈ ગેરકાયદેસર ચીજવસ્તુ મળી અઆવી નથી અને કુલ ૭૪૪ શકમંદ ઈસમોને ચેક કરવામાં આવેલ પરંતુ કશું વાંધાજનક પોલીસને હાથ લાગ્યું ના હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.



