ટંકારા તાલુકાના ૧૦ ગામોમાં ઉપસરપંચની ચુંટણી યોજાઈ, સજ્જનપર ગામે યુવા મહિલા સરપંચે ચાર્જ સંભાળ્યો

Sub-panch elections were held in 10 villages of Tankara taluka, young women sarpanch took charge in Sajjanpar village

ટંકારા તાલુકામાં 10 ગામોમાં ઉપસરપંચની ચૂંટણી યોજવામાં આવી હતી તે ઉપરાંત સરપંચોએ આજે ચાર્જ સાંભળ્યા હોય જેમાં સજ્જનપરના સૌથી નાની વયના મહીલા ગ્રેજ્યુએટ સરપંચ રીનાબેન પ્રેમજીભાઈ જાદવે ચાર્જ સંભાળ્યો હતો.

ટંકારા તાલુકા વિકાસ અધિકારી એચ. ડી. જાડેજાની સુચના તથા માર્ગદર્શન મુજબ ટંકારા તાલુકાના સજનપર, ટોળ, છતર, મીતાણા, અમરાપર, સરાયા, ટંકારા, જીવાપર ( ટં) વાછકપર, ભુતકોટડા સહીત 10 ગામોમાં ઉપસરપંચનની ચૂંટણી યોજાઈ હતી તથા નવા ચૂંટાયેલા સરપંચોએ ચાર્જ સંભાળેલ.

ઉપસરપંચની ચૂંટણીમાં નાયબ મામલતદાર જી.પી.ભીમાણી, જે. બી. વાઘેલા તા. વિ. આંકડા, કે. ડી. બુસા સર્કલ ઓફિસર, હીનાબેન ગોહિલ નાયબ મામલતદાર સહિતના અધિકારીઓએ અધ્યાસી અધિકારી તરીકે કામગીરી કરી હતી સજજનપર ખાતે નવા ચૂંટાયેલા સૌથી નાની વયના ગ્રેજ્યુએટ મહીલા સરપંચ રીનાબેન પ્રેમજીભાઈ જાદવે ચાર્જ સંભાળેલ. પૂર્વ સરપંચ તથા તલાટીઓએ નવા ચૂંટાયેલા સરપંચ હીનાબેન જાદવને મીઠા મોઢાં કરાવી શુભેચ્છા આપી હતી

Comments
Loading...
WhatsApp chat