



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
“આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે જીલ્લા લેવલે “નેશનલ સાયન્સ સેમીનાર-૨૦૧૯“નું આયોજન કરવામાં આવેલ જેમાં મોરબી જીલ્લાની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
જે સ્પર્ધામાં પ્રથમ ક્રમે વાંકાનેર એલ કે સંઘવી કન્યા વિધ્યાલયની રાવલ નિર્જરા જતીનભાઈ, દ્વિતીય ક્રમે મોરબી સ્વામીનારાયણ ગુરુકુળના શિંગાળા ધર્મિલ રામલાલ અને તૃતીય ક્રમે મોરબી સાર્થક વિદ્યામંદિરની મૂંછડીયા નિકિતા વિજેતા બની હતી નેશનલ સાયન્સ સેમીનારમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ ભાગ લેવા ગાંધીનગર જશે અને મોરબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે તેમ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીના એલ એમ ભટ્ટ અને દીપેન ભટ્ટની યાદીમાં જણાવ્યું છે



