મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા નેશનલ સાયન્સ સેમીનાર યોજવામાં આવેલ જેમાં જીલ્લાના બાળ વૈજ્ઞાનિકો એવા વિદ્યાર્થીએ ઉત્સાહભેર ભાગ લઈને નેશનલ સાયન્સ સેમીનારને સફળ બનાવ્યો હતો.

નેશનલ સાયન્સ સેમીનારમાં પ્રથમ ક્રમે સાર્થક વિદ્યા મંદિરના ચાવડા હર્ષ મનીષભાઈ , દ્વિતીય ક્રમે ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલની જોષી સ્નેહા અને તૃતીય ક્રમે નીલકંઠ વિદ્યાલયની સબાપરા જાનકી રોહિતભાઈ અને ઓમ શાંતિ ઈંગ્લીશ સ્કૂલના સાહિલ ગાંધી વિજેતા બન્યા છે. જે વિજેતાઓને આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીના જીલ્લા સંયોજક એલ.એમ. ભટ્ટ અને તેની ટીમ દ્વારા અભિનંદન પાઠવ્યા છે તેમજ સાયન્સ સેમીનારમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી છે.

Comments
Loading...
WhatsApp chat