


જીલ્લામાં હળવદએ શિક્ષણ નગરી તરીકે જાણીતું છે જેમાં વિવેકાનંદ સાયન્સ એકેડમી હળવદ બોર્ડની પરિક્ષામાં શ્રેષ્ઠ પરિણામ આપી રહી છે.સાથે સાથે નીટમાં પણ સર્વ શ્રેષ્ઠ પરિણામ જોવા મળ્યું છે સતત બીજા વર્ષે પણ આ શાળાએ નીટમાં ભવ્ય પરિણામ મેળવેલ છે.
વિવેકાનંદ સાયન્સ એકેડમી નીટ ૨૦૧૮ ના પરિણામમાં હળવદ અને ધ્રાંગધ્રા તાલુકામાં પ્રથમ,દ્રિતીય અને તૃતીય નંબર મેળવી ડંકો વગાડ્યો છે જેમાં કૈલા ઈશિતા ૯૭.૨૪ પી.આર, કાચ રોલા તેજસ ૯૫.૮૮ પી.આર., વરમોરા સાક્ષી ૯૩.૬૩ પી.આર મેળવ્યા છે.સાથે સાથે ગુજકેટ જેવી સ્પ્ર્ધાત્ક પરિક્ષામાં પણ અવ્વલ આવ્યા છે.ગ્રુપ-૧,બી અને નીટમાં કુલ ૭૩ વિધાર્થીઓ ક્વોલીફાય થયા છેનીટની પરિક્ષામાં મેદાન મારતા સંસ્થાના ટ્રસ્ટી ફેફર,અમૃતિયા,મહેન્દ્ર પઢીયાર, વિશાલ કસેલા સહિતનાએ અભિનંદન પાઠવ્યા છે.

