યોગા સ્પર્ધામાં ઉમા વિધા સંકુલના વિધાર્થીનીઓ પ્રથમ

મોરબીમાં યોજાયેલ યોગા સ્પર્ધામાં ઉમા વિદ્યા સંકુલની વિદ્યાર્થીનીઓએ મેદાન મારી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.દરેક કેટેગરીમાં વિધાર્થીઓએ પ્રથમ આવીને શાળા તથા પરિવારનું નામ રોશન કર્યું હતું.

મોરબી તાલુકામાં યોગાસન જનરલ ચેમ્પિયનશિપમાં દરેક વિભાગમાં ઉમા વિદ્યાસંકુલની ગર્લ્સ વિજેતા બની હતી જેમાં અંડર – ૧૪ કેટેગરીમાં 1st – ઉભડિયા વિધિ ધર્મેન્દ્રભાઈ, 2nd – ઉભડિયા ધ્રુવી ધર્મેન્દ્રભાઈ, અને 3rd – ભોરણિયા બંસી આવી હતી. આ ઉપરાંત અંડર – ૧૭ માં 1st – મોરી ટીશા અને 2nd – પરેચા મિતલ આવ્યા હતા. યોગસ્પર્ધામાં વિજેતા બનેલા તમામ વિદ્યાર્થીઓને શાળાના પ્રમુખ અશ્વિનભાઈ અધારા તથા પ્રિન્સિપાલ હિતેશભાઈ સોરીયા ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ હતા.

Comments
Loading...
WhatsApp chat