


મોરબી જીલ્લાની જુની પીપળી ગામ પાસે આવેલી સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના વિધાર્થીઓએ ‘પ્લાસ્ટીક હટાવો’ ‘પર્યાવરણ બચાવો’ નો આપ્યો સંદેશ આપવામાં આવ્યો હતો. આજ રોજ સ્વસ્તિક
સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે વિશીષ્ટ શૈક્ષણિક પ્રવૃતિઓનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમા હાલમાં પ્લાસ્ટિક હટાવોનુ અભિયાન ચાલી રહ્યુ છે ત્યારે શાળાના બાળકો એ પ્લાસ્ટિક હટાવો , પર્યાવરણ બચાવોના વિષય પર ક્રૃતિ રજુ કરી હતી અને પર્યાવરણ બચાવવા માટે સંદેશો પાઠવ્યો હતી.તેમજ સાથે સાથે અનેક સામાજિક પ્રવૃતિઓ પણ કરવામાં આવી હતી.આ તકે શાળાના શિક્ષક મયંકભાઈ અઘારા અને પ્રદીપભાઈ જેઠલોજાએ માર્ગદર્શન આપ્યુ હતુ.આ કાર્યક્રમને સફળ બનવવા માટે જયદીપભાઈ કુંડારીયા,દીપકભાઈ જેઠલોજા,હેતલબહેન,મયંકભાઈ અધારા અને પ્રદીપભાઈ જેઠલોજાએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ સફળ થવા બદલ શાળાના ટ્રસ્ટી હેમંતભાઈ રાજપરા અને મયુરભાઈ માકાસણાએ સર્વેનો આભાર વ્યકત કર્યો હતો.

