સાર્થક વિધામંદિરના વિધાર્થીઓની ખો-ખો સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પંસદગી




તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
રમત-ગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર તેમજ જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી મોરબી દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા અંડર-૧૯ ખો-ખો સ્પર્ધામાં મોરબીની સાર્થક વિદ્યામંદિરના ખેલાડીઓએ જિલ્લાએ દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરી રાજ્યકક્ષાએ ત્રણ ખેલાડીઓની પસંદગી થઈ છે સાર્થકના વ્યાયામ શિક્ષક શૈલેષભાઇ પરમારે જણાવ્યું હતું કે પસંદગી થયેલ ખેલાડીઓ રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાનુ નેતૃત્વ કરશે આ સિઘ્ઘી બદલ સાર્થક પરિવાર તેમજ સંસ્થાના પ્રમુખ કિશોરભાઈ શુક્લએ તમામ ખેલાડીને અભિનંદન પાઠવ્યા હતા.



