Billboard ad 1150*250

પી.જી.પટેલ કોલેજના મેનેજમેન્ટના વિધાર્થીઓએ ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કરી

0 83
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીની અગ્રણી પી.જી.પટેલ કોલેજ દ્વારા વિધાર્થીઓ માટે રાજકોટની બે કંપનીમાં ઇન્ડસ્ટ્રીયલ વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વિઝીટમાં વિધાર્થીઓ પ્રેક્ટીકલ જ્ઞાન એ વહીવટી કૌશલ્ય મળે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું

Post ad 3

મોરબીની પી.જી.પટેલના મેનેજમેન્ટના વિધાર્થીઓ સાહિત્યના જ્ઞાન સાથે પ્રેક્ટીકલ જ્ઞાન તથા કુશળ વહીવટ વિષે માહિતી મેળવી શકે તે માટે ઇન્ડસ્ટ્રીયલ વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું.રાજકોટની અગ્રણી કંપની જ્યોતિ સી.એસ.સી અને બાલાજી વેફર્સની વિધાર્થીઓને મુલાકાત કરાવવામાં આવી હતી અને વિધાર્થીઓએ પ્રેક્ટીકલ જ્ઞાન અને વહીવટી કૌશલ્યની તાલીમ મેળવી હતી.

આ વિઝીટમાં વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.તેમજ આ સમગ્ર વિઝીટનું આયોજન સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય ડો. રવીન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.આ મુલાકાતની જહેમત કોલેજના આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ, હેમાંગ ઠાકર, જયેશ પીઠડીયા, હિરેન મહેતા, જસ્મીન અંદાણી, ક્રુપેશ ભટ્ટ અને દીપ મણીયાર સહિતનાએ ઉઠાવી હતી.

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat