સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજના સ્ટુડન્ટ્સએ યોગ પ્રદર્શન કર્યુ

 

સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે કુલપતિ ભીમાણી સાહેબની ઉપસ્થિતિમાં યુનિવર્સિટીના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ યોગ કરીને દિવસને સાર્થક બનાવ્યો હતો.

યોગના નિર્દેશન માટે બનેલી ૮ વ્યક્તિઓની ટીમનું નેતૃત્વ નવયુગ મહિલા સાયન્સ કોલેજની ટીમ દ્વારા કરાયું હતું જે સમગ્ર મોરબી જીલ્લાની કોલેજો માટે એક ગૌરવરૂપ બાબત ગણાય. IDY-2022 ની થીમ “માનવતા માટે યોગ” માં કોલેજની વિદ્યાર્થીનીઓએ યોગના વિવિધ કરતબ બતાવ્યા હતા. તેમની આ સિધ્ધિને પ્રમુખ પી. ડી.કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલાએ બીરદાવી હતી.

 

This slideshow requires JavaScript.

Comments
Loading...
WhatsApp chat