Billboard ad 1150*250 Billboard ad 1150*250

નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ રમતગમત સ્પર્ધામાં જીલ્લા કક્ષાએ વિજેતા

વીરપર સ્થિત નવયુગ સંકુલ શૈક્ષણિક પ્રવૃત્તિ ઉપરાંત ઈતર પ્રવૃતિઓમાં પણ આગળ છે અને રમત ગમત ક્ષેત્રમાં સંસ્થા દ્વારા મળતા પ્રોત્સાહનને પગલે તાજેતરમાં રમત ગમત સ્પર્ધામાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ જીલ્લા કક્ષાએ વિજેતા બનીને રાજ્યકક્ષાએ મોરબીનું પ્રતિનિધિત્વ કરશે

રમત-ગમત,યુવા સેવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર તેમજ જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી મોરબી દ્વારા સંચાલિત જિલ્લાકક્ષાની થ્રો-બોલ સ્પર્ધામાં નવયુગની ત્રણ ટીમ જિલ્લા પ્રથમ તેમજ ત્રણ ટીમ જિલ્લા દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ તેમજ નવયુગના વ્યાયામ શિક્ષક શૈલેષભાઇ પરમારે જણાવ્યું હતું કે વિજેતા થયેલ ટીમો રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાનુ નેતૃત્વ કરશે આ સિઘ્ઘી બદલ નવયુગ પરિવાર તેમજ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat