મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સમાં નેશનલ ચેમ્પિયન




તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
અજમેર રાજસ્થાન મુકામે નેશનલ સ્પોર્ટ્સ અને ફીઝીકલ બોર્ડ દ્વારા રાષ્ટ્રીય સ્તરની ગેમ્સ પ્રતિયોગીતાનું તા. ૧૨ થી ૧૪ જુલાઈ સુધી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઠ રાજ્યોની શાળાઓએ ભાગ લીધો હતો
જે સ્પર્ધામાં મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના ૨૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને રાષ્ટ્રીય સ્પર્ધામાં ન્યુ એરા ગ્લોબલ સ્કૂલે ટોટલ છ નેશનલ મેડલ મેળવીને મોરબી શહેર માટે એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે
નેશનલ ચેમ્પિયન સ્પર્ધામાં અન્ડર ૧૭ ક્રિકેટ સ્પર્ધાના ફાઈનલમાં રાજસ્થાનને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો, અન્ડર ૧૪ ચેસમાં સિલ્વર મેડલ, અન્ડર ૧૪ ૪૦૦ મીટર દોડ હરીફાઈમાં સિલ્વર મેડલ અને અન્ડર ૧૪ કબડ્ડી અને સ્કેટિંગમાં બે બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા સ્કૂલના ૫ સ્પોર્ટ્સ કોચના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે ત્યારે શાળાના મેનેજીંગ ડીરેક્ટર હાર્દિકભાઈ પાડલીયાએ તમામને અભિનંદન પાઠવ્યા છે



