ટેકવેન્ડો રાષ્ટ્રીય ચેમ્પિયન-૨૦૧૮માં મોરબીની ન્યુ એરા સ્કૂલના વિધાર્થીઓ ઝળક્યા




ટેકવેન્ડો રાષ્ટ્રીય ચેમ્પિયન -૨૦૧૮ હરિયાણાના સાનીપત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબીની ન્યુ એરા પબ્લિક સ્કુલ અને નવજીવન વિધાલયના 8 વિધાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવીને મોરબીની ગૌરવ વધાર્યું છે.
હરિયાણાના સાનીપત ખાતે ટેકવેન્ડો રાષ્ટ્રીય ચેમ્પિયન-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સ્પર્ધામાં દેશભરમાંથી ૮૦૦ જેટલા વિધાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં મોરબીની ન્યુ એર પબ્લિક સ્કુલ તથા નવજીવન વિધાલયના વિધાર્થી સંધ્યા ઝાલરીયા,ધ્રુવિન દેત્રોજા, નિષ્ઠા પુજારા, હેત્વી ઓઝા, દિયા મોદી, સીરી હબ્બુ અને માલવ રાચ્છ એ ગોલ્ડ મેડલ મેળવી વિજેતા થયા હતા.તેમજ આ વિજેતા થયેલ વિધાર્થીઓના કોચા તરીકે ઝીલાજી ઠાકોરે સેવા આપી હતી અને વિજેતા વિધાર્થીઓએ શાળા અને મોરબીની ગૌરવ વધાર્યું હતું.



