



ગાંધી જયંતી નિમિતે મોબીની યુનિક સ્કૂલ દ્વારા ગાંધીજીના વિચારો આત્મસાત કરવા અને તેમના જીવન મુલ્યોને ઉજાગર કરવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને ગાંધીજીનું સિમ્પલ લીવીંગ હાઈ થીંકીંગ વિચારમાંથી પ્રેરણા મેળવીને સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું
મોરબીની યુનિક સ્કૂલના વિદ્યાર્થીઓએ ગાંધી જયંતીની ઉજવણી નિમિતે ગાંધીજીના સાદગી, અને નૈતિકતાના મૂલ્યોનું જતન થાય તેમજ ગાંધીજી સ્વચ્છતાનાં આગ્રહી હતા જેથી તેમની જન્મ જયંતી નિમિતે વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું શાળાના ડીરેક્ટર મહેશભાઈ સાદરીયા અને પ્રિન્સીપાલ અમિતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું તેમજ રોડ શો યોજીને સ્વચ્છતા જાગૃતિ સંદેશ આપ્યો હતો



