

લોહાણા મહાપરિષદ તથા મોરબી લોહાણા સમાજ ના અગ્રણીઓ ના સહયોગ થી મોરબી લોહાણા મહાજન દ્વારા પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ લોહાણા સમાજ ના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ ચેક અર્પણ સમારોહ આગામી તા-૧ ને રવિવાર ના રોજ અયોધ્યાપુરી રોડ,જલારામ મંદીર ખાતે સાંજે ૪ કલાકે યોજાશેઆ કાર્યક્રમ ને સફળ બનાવવા લોહાણા મહાજન પ્રમુખ ગીરીશ ભાઈ ઘેલાણી, ઉપપ્રમુખ નવીન ભાઇ રાચ્છ, મંત્રી નરેન્દ્ર ભાઈ રાચ્છ, હરીશભાઇ રાજા, ચંદ્રવદન ભાઇ પુજારા, જે.આઇ. પુજારા, ધીરુભાઇ તન્ના, જગદીશ ભાઇ કોટક, મહેશ ભાઈ રાજા, મનહર લાલ અમલાણી જીતુભાઇ પુજારા, કાજલ બેન ચંડીભમ્મર સહીત ના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે..