રાષ્ટ્રીય કક્ષાએ વિનય ઇનટરનેશનલ સ્કૂલના વિધાર્થીઓ ઝળક્યા

વિનય ઇનટરનેશનલ સ્કૂલ ના વિધાર્થીઓ એ સ્કૂલ સાથે મોરબી જીલ્લા નું નેશનલ કક્ષા એ નામ રોશન કર્યું છે.
Sports Authority of Gujarat (SAG) દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષા ની અંડર ૧૪ વર્ષ ‘સ્કાય માર્શલ આર્ટ’ સ્પર્ધા માં વિનય ઇનટરનેશનલ સ્કૂલ ની વિધાર્થીની સાનિયા પાટીલ એ પ્રથમ નંબર પ્રાપ્ત કરી ને નેશનલ કક્ષાનું સ્થાન
પ્રાપ્ત કર્યું હતું.આ ઉપરાંત સ્તુતિ કગથરા એ દ્રુંતીય સ્થાન અને નિયતિ અગ્રાવત ,તીર્થી રંગપરીયા, ધ્રુવીશા મકવાણા એ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તથા અંડર ૧૪ વર્ષ ની બોયસ માં દેવાંગ છગ, ઉદય દેથારીયા એ દ્રુંતીય સ્થાન, જાગ્રવ મકવાણા એ તૃતીય સ્થાન પ્રાપ્ત મેળવેલ છે..જયારે ગુજરાત રાજ્ય કક્ષા ની અંડર ૧૭ વર્ષ ‘સ્પીડ બોલ સ્પર્ધા માં વિનય ઇનટરનેશનલ સ્કૂલ ની વિધાર્થી લતીકા મીના અને નિરાલી ઠક્કર એ ડબલ્સ સ્પર્ધા માં તૃતીય સ્થાન, ક્રીશ માકાસના એ સિંગલ્સ માં તૃતીય સ્થાન અને પૂર્ણ ભીમાણી એ સોલો માં તૃતીય સ્થાન મેળવ્યું હતું.વિધાર્થીઓ ના સ્પોર્ટ્સ માં ઉત્કૃષ્ટ દેખાવ બદલ સ્કૂલ ના ટ્રસ્ટી કૃણાલ મેવા, આચાર્ય આશીષ વિજયવર્ગીય તથા સ્પોર્ટ્સ હેડ મનીષ અગ્રાવત એ અભિનંદન પાઠવ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat