વાઘપરા સતવારા જ્ઞાતિ મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

મોરબી વાઘપરા સતવારા જ્ઞાતિ મંડળ દ્વારા તાજેતરમાં વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

વાઘપરા સતવારા જ્ઞાતિ મંડળ આયોજિત સમારોહમાં ધોરણ ૫ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરીને પ્રોસાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સંસ્થા પ્રમુખ ગોકળદાસ પરમાર, ઉપપ્રમુખ ભૂદરભાઈ દેવજીભાઈ જાદવ, મંત્રી પ્રકાશ માધવભાઈ સોનગ્રા, ટ્રસ્ટીઓ અરવિંદભાઈ પરમાર, પ્રભુલાલ સોનગ્રા, નરેન્દ્રભાઈ પરમાર અને ઉર્મિલાબેન કણઝારીયા સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી તે ઉપરાંત આમંત્રિત મહેમાનોમાં ડો. એલ.એમ. કણઝારીયા, સરકારી કર્મચારી પ્રમુખ મહેશભાઈ પરમાર, નવાગામ વાડીના પ્રમુખ રાઘવજીભાઈ કણઝારીયા અને વાઘપરા મંદિરના પુજારી કનુભાઈ કુબાવતની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી

Comments
Loading...
WhatsApp chat