મોરબી ફોટો વિડીયો એસો દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ

મોરબી ફોટો-વિડીયો એસો દ્વારા આજે તા. 22 ને બુધવારના રોજ સાંજે 4 થી 9 કલાક દરમિયાન ત્રિમંદીર નવલખી રોડ મોરબી ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એસોસીએશન પરિવારના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાશે

મોરબી ફોટો-વિડીયો એસો દ્વારા આયોજિત સન્માન સમારોહમાં અધિક કલેકટર કેતન જોષી અને મામતલદાર નયનાબેન રાવલના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે સમારોહને સફળ બનાવવા માટે એસોના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યાં છે

Comments
Loading...
WhatsApp chat