પાટા ઓળંગતી વેળાએ ડેમુ ટ્રેન હડફેટે વિધાર્થીનીનું મોત

મોરબીના સામાકાંઠા વિસ્તાર નજીક આજે બપોરના સમયે રેલવે ટ્રેક ઓળંગતી વખતે તરુણી ડેમુ ટ્રેન નીચે આવી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવની મોરબી બી.ડીવીઝન પોલીસ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબીના સામાકાંઠે ભડિયાદ કાંટા નજીક આવેલ સુભાષ નગરમાં રહેતી નેહા પ્રવીણભાઈ મકવાણા (ઉ.વ.૧૪) આજે બપોરના સમયે રેલવે ટ્રેક ઓળંગતી વખતે ડેમુ ટ્રેન નીચે આવી જતા તેણીનું ધટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે તપાસ કરતા મોરબી બી.ડીવીઝન ના ઇમ્તિયાજભાઈ સાથે વાત-ચિત કરતા તેમણે જણાવ્યું હતું કે મૃતક તરૂણી ધો.૯ માં અભ્યાસ કરે છે અને તે આકસ્મિક રીતે ડેમુ ટ્રેન નીચે આવી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.તરુણીના મોત થી પરિવારમાં શોકનું મોજું ફેલાયું હતું.બનાવની નોંધ મોરબી બી ડીવીઝન પોલીસે કરી ધોરણસરની કાયવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat