Billboard ad 1150*250

ટંકારા જામનગર રૂટ પર વિધાર્થીઓનો ચક્કાજામ, એસ.ટી બસોને રોકવામાં આવી

0 72
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

ટંકારા જામનગર રોડ ઉપર સરાયા ગામ પાસે એસટી બસની અનિયમિતાના મુદે રોષે ભરાયેલા વિધાર્થીઓએ એસ.ટી બસને રોકી ચક્કાજામ કર્યો હતો. જેના પગલે મુસાફરો ફસાઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં ટંકારા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને વિદ્યાર્થીઓને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે વિધાર્થીઓને પોતાની માંગ પર અડગ રહ્યા હતા

ટંકારા જામનગર રૂટના વિધાર્થીઓએ અનેકવાર ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા વિધાર્થીઓએ આજે રોષે ભરાઈને એસ.ટી બસોને રોકી વિરોધ નોધાવ્ય્હો હતો  તેમજ જ્યાં સુધી એસટી ડેપો મેનેજર અહીં ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેમ વિધાર્થીઓએ માંગ કરી હતી

ટંકારા જામનગર રૂટના ગ્રામ્ય પંથકના વિધાર્થીઓ અભ્યાસ માટે મોરબી આવતા હોય છે એવામાં બસની અનિયમિતતાને કારણે વિધાર્થીઓનો વિધાભ્યાસ બગડે છે અને મોરબીથી ઘરે પરત ફરવામાં પણ મોડું થઇ જતું હોવાનું વિધાર્થીઓએ જણાવ્યું હતું. આ મુદ્દે વિધાર્થીઓ આજે બસ રોકો આંદોલન કરીને આ પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવાની સાથે પોલીસ સમગ્ર વિધાર્થીઓએ ઉગ્ર રજૂઆત કરી હતી.હાલમાં પોલીસની સમજાવટ બાદ વિધાર્થીઓએ રોડ ખુલ્લો કર્યો હોવાની માહિતી સુત્રો દ્વારા મળી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat