મોરબી જીલ્લા પોલીસ માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ માર્ગદર્શન સેમીનાર યોજાયો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના શાંતિ ફીઝીયોથેરાપી કલીનીકની વર્ષગાંઠની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી ઉજવણીના ભાગરૂપે સતત નાગરિકોની સેવામાં વ્યસ્ત રહેતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સ્ટ્રેસ મેનેજમેન્ટ માર્ગદર્શન અંગે સેમીનાર યોજવામાં આવ્યો હતો

        મોરબી જીલ્લાના પોલીસ અધિકારી અને કર્મચારીઓની સતત કામગીરીને ધ્યાનમાં રાખી પોલીસના સ્વાસ્થ્યની ચિંતા કરી મોરબીના ડો. ભાવેશ ઠોરીયા દ્વારા ટાઉન હોલ ખાતે મોરબી જીલ્લા પોલીસ માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી જીલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સેમીનારમાં ડો. ભાવેશ ઠોરીયાએ સતત કામના કારણે માનસિક તાણ કઈ રીતે દુર કરી સકાય તેમજ કામનું વિભાજન કરી માનસિક તાણ ના અનુભવાય જેથી તંદુરસ્તી જાળવી સકાય તેની માહિતી આપી હતી સતત ફરજ દરમિયાન ખોરાકમાં શું શું લેવું તે બાબતે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું પોલીસના સ્વાસ્થ્ય માટે માર્ગદર્શન સેમીનારના આયોજક ડો. ભાવેશ ઠોરીયાનો પોલીસ અધિકારીઓએ આભાર વ્યક્ત કર્યો હતો  

Comments
Loading...
WhatsApp chat