મોરબીના રોટરીનગરમાં સ્ટ્રીટ લાઈટ ક્યારે ચાલુ થશે ?

મોરબીના સામાકાંઠે આવેલા રોટરીનગર વિસ્તારના જાગૃત નાગરિક નરોતમભાઈ મહેતાએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે રોટરીનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લાઈટો બંધ છે. આ અંગે પાલિકામાં અગાઉ અનેક રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. સ્થાનિક કાઉન્સિલર ને પણ રજૂઆત કરી હોવા છતાં ફરિયાદ પ્રત્યે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. બંધ લાઈટો થી નાગરિકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાત્રીના નાગરિકોને અકસ્માતનો ભય સતાવે છે જેથી બંધ લાઈટો ચાલુ કરવાની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat