Billboard ad 1150*250 Billboard ad 1150*250

જાહેર રસ્તા પર માંસ-મટનનું વેચાણ બંધ કરાવો, વિહિપ આગેવાન મેદાને

મોરબીમાં જાહેર રસ્તા પર માંસ મટન અને મચ્છીનું અનધિકૃત રીતે વેચાણ કરવામાં આવતું હોય જે મામલે વિશ્વ હિંદુ પરિષદના અગ્રણી દ્વારા જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી અનધિકૃત વેચાણ બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી છે.

વિશ્વ હિંદુ પરિષદના પ્રાંત અધિકારી રામનારાયણ દવેએ કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે ગત તા. ૨૦-૦૨ ના રોજ શક્તિ ચોક વિસ્તારના નાગરિકો દ્વારા આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે જાહેર રસ્તા પર અનધિકૃત રીતે માંસ મટન અને મચ્છી વેચાણ કરવામાં આવે છે જે વેચાણ બંધ કરાવવા માંગ કરવામાં આવી હતી તેમજ આવેદનમાં વિહિપ આગેવાને જણાવ્યું છે કે ગેરકાયદેસર લાયસન્સ વગરના કતલખાના બંધ કરાવવા, બજારમાં જ્યાં માંસાહારી વસ્તુઓ મળે છે તે દુર કરાવવા, મસ્જીદ પર માઈક વાગે છે તેની પરમીશન લીધી છે કે કેમ ? તેની તપાસ કરી માઈક બંધ કરાવવાની માંગ કરી છે.

વધુમાં જણાવ્યું છે કે ગઢની રાંગ પાસે માંસાહારી દુકાનો બંધ કરાવવી. ગેરકાયદેસર દારૂના પીઠાઓ બંધ કરાવવા, મચ્છુ બારી પાસે નવી ગેરકાયદેસર મસ્જીદ બની રહી છે તે અટકાવવી. કાલિકા પ્લોટમાં પવડીના ડેલામાં ગેરકાયદેસર બાંધકામ થઇ રહ્યું છે તે અટકાવવું, જુના બસ સ્ટેન્ડ પાસે મચ્છી માર્કેટ જાહેર રસ્તા પર છે તેની જગ્યા નક્કી હોવા છતાં નાગરિકોના આરોગ્યને હાનિકર્તા રીતે વેચાણ થાય છે જે બંધ કરાવવું સહિતની માંગણીઓ કરવામાં આવી છે તેમજ અંતમાં જણાવ્યું છે કે શહેરની પ્રજાની આરોગ્યની જાળવણી પર વિપરીત અસર પડે છે જેથી આ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે. આ પ્રશ્નો મુખ્યમંત્રી, જીલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મૂકી પ્રશ્નોની પતાવટ માટેની માંગ કરી છે.

Comments
Loading...
WhatsApp chat