



મોરબી પંથકમાં વિકસેલા સિરામિક ઉદ્યોગ સાથે પ્રદુષણ પ્રશ્ન સતત વધી રહ્યો છે કેટલાક લેભાગુ સિરામિક એકમો બેજવાબદારીથી જોખમી વેસ્ટનો ગમે ત્યાં નિકાલ કરવામાં આવતો હોય આવું જ ઝેરી કેમિકલયુક્ત પ્રવાહી ભરેલું વધુ એક ટેન્કર ઝડપી લેવામાં આવ્યું છે
પ્રદુષણ નિયંત્રણ બોર્ડની સ્થાનિક કચેરીના અધિકારીઓએ રાત્રીના બે કેમીકલયુક્ત પ્રવાહી ભરેલા ટેન્કર ઝડપી લઈને ટેન્કર ચાલક તેમજ બે સિરામિક એકમો સામે ફોજદારી ગુન્હો નોંધાવ્યો હતો જોકે સિરામિક ઉદ્યોગને આવી ફરિયાદોથી કોઈ ફર્ક પડતો ના હોય તેમ જોખમી કેમીકલયુક્ત પ્રવાહી ભરેલું વધુ એક ટેન્કર રાત્રીના સમયે નીકળ્યું હતું જેને પ્રદુષણ બોર્ડના અધિકારીએ બેલા રંગપર નજીકથી ઝડપી લીધું હતું
જોકે ટેન્કર ચાલક નાસી જતા ટેન્કર રોકીને પ્રદુષણ અધિકારીએ ટેન્કર ચાલક વિરુદ્ધ તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે અને ક્યાં સિરામિક એકમનું ટેન્કર હતું તે દિશામાં તપાસ ચલાવી છે



