“સ્ટોબેરી પોઈન્ટ ” પહેલી સિંગલ કેરેક્ટર મુવી, મૂળ ટંકારાના બે યુવાનોએ ત્રણ વર્ષમાં અદભુત સફળતા મેળવી


વેપાર માં સાહસ ખેડવાની અને મુખ્ય પ્રવાહ થી કઈંક અલગ કરવાની ઇચ્છાશક્તિ તો ગુજરાતીઓ ના લોહી માં હોય છે. અને આવીજ મજબૂત ઈચ્છાશક્તિ સાથે ટંકારા ના અને હાલ સુરત ના વતની ડી.વાસુ (D Vasu)અને રૂપેશ કાસુન્દ્રા એ મનોરંજન અને ફિલ્મ નિર્માણ ના ક્ષેત્ર માં આજ થી ત્રણ વર્ષ પહેલા જંપલાવ્યું હતું. અને માત્ર ત્રણ વર્ષ ના ટૂકા સમય માં બે હિન્દી ફિલ્મ નું નિર્માણ કર્યું છે.
આ કોઈ સામાન્ય વાત નથી. કોઈ પણ અનુભવ વગર, ફક્ત ઈચ્છાશક્તિ ને અનુસરી એકદમ નવા ક્ષેત્ર માં ટૂંક સમય માં પોતાના સપના ને સાકાર કરવું એ કોઈ નાની વાત નથી. આજ થી ત્રણ વર્ષ પહેલા આ બે વેપારી એ સુરત નાં બ્રિજેશ ઠક્કર અને પરેશ સવાણી સાથે મળી ગેમ ઓવર ફિલ્મ ની શરૂઆત કરી હતી. આજે ગેમ ઓવર ભારતભર માં ૭૦૦ થી વધારે સિનેમાઘરો માં રીલીઝ થઇ ચુકી છે.
ગેમ ઓવર ના શૂટિંગ દરમ્યાન જ એક નવી અને અનોખી ફિલ્મ ની પણ નીવ નખાઇ ગઈ હતી. એ ફિલ્મ જે કદાચ ભારત દેશ ની પહેલી ફિલ્મ હશે જેમાં ફક્ત એક જ કલાકાર છે. હા… ફક્ત એક જ કલાકાર. આ ફિલ્મ નું નામ છે સ્ટ્રોબેરી પોઈન્ટ. સુરત ના ચાર ફિલ્મ નિર્માતાઓ એ ભેગા મળી આ અનોખી ફિલ્મ સ્ટ્રોબેરી પોઈન્ટ (STRAWBERRY POINT)નું નિર્માણ કર્યું છે. આ ફિલ્મ બે ભાષા માં તૈયાર કરવામાં આવી છે હિન્દી અને અંગ્રેજી. ફિલ્મ નાં લેખક અને દિગ્દર્શક પ્રબલ બરુઆહ છે જ્યારે ફિલ્મ ના એક માત્ર કલાકાર છે કરન ઓબેરોઈ. ફિલ્મ ની સ્ટોરી અને સ્ક્રીપ્ટ ને ધ્યાન માં રાખી આ ફિલ્મ અંગ્રેજી ભાષા માં પણ બનાવામાં આવી છે જેથી આ ફિલ્મ ભારત ઉપરાંત વિદેશ માં પણ રીલીઝ કરી શકાય. કોનિંગ એન્ટરટેઇન્મેન્ટ(KONING ENTERTAINMENT) ,ડ્રીમ ઇન્ટરનેશનલ અને ડ્રીમ મશીન પ્રાઇવેટ લિમિટેડ નાં બેનર માં બનેલ આ ફિલ્મ ટૂંક સમય માં જ રીલીઝ થશે.



