



મોરબી નજીકની સિરામિક ફેકટરીમાં ચાર શખ્શોને પ્રવેશ અટકાવતા રોષે ભરાયેલા ચારેય ઇસમોએ સિરામિક ફેકટરીમાં પથ્થરમારો કર્યો હતો અને સિક્યુરીટી ગાર્ડ પર પથ્થરના ઘા મારી નાસી ગયા હતા
મૂળ યુપીના રહેવાસી અને હાલ લખધીરપુર રોડ પરની સાવિયો સિરામિક ફેકટરીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા બ્રીજકિશોરસિંગ ભુવનસિંગ રાજપૂતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ભીમા મોમૈયા કોળી, હમીર કોળી, હરખા કોળી અને ભગવાનજી કોળી રહે બધા લખધીરપુર તા. મોરબી વાળાને કારખાનામાં પ્રવેશ કરતા અટકાવ્યા હતા જેથી રોષે ભરાયેલા ઇસમોએ ગાળો બોલી છુટા પથ્થરના ઘા ઝીંકી ફરીયાદીને માથામાં છુટા પથ્થર ઘા મારી ઈજા પહોંચાડી છે પોલીસે બનાવની નોંધ કરી આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે



