Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં સતત બીજા દિવસે ચાર સ્કુલમાં ચોરી

0 513

મોરબી જીલ્લામાં તસ્કરો બેફામ બન્યા છે ગત તા.૬ નાં રોજ વાંકાનેર તાલુકના રાજાવડલા રોડ પર આવેલી મોર્ડન સ્કૂલમાંથી તસ્કરો રૂપિયા ૭૦ હજારથી વધુની મતા ચોરી ગયા છે તો ચન્દ્રપુર પાસે આવેલી ગેલેક્સી સ્કૂલમાંથી રૂપિયા ૪૦ હજારથી વધુની મતા ચોરી ગયા છે.તેમજ આજ રોજ મોડી રાત્રીના હળવદની ચાર સ્કૂલોમાં ધામા નાખ્યા.જેમાં ભક્તિ વિધાલયમાં શાળાની દીવાલ કુદીને ઓફિસમાંથી ૪૫,૦૦૦ રોકડ,પતંજલિ વિધાલય માંથી શાળાનું એક લેપટોપ,તક્ષશિલા વિધાલયમા તસ્કરોએ શાળાની ઓફિસનું તાળું તોડ્યું હતું પરંતુ કઈ જ હાથ ન લાગ્યું હતું અને હળવદ ની જ મહર્ષિ ગુરુકુળમાં તસ્કરોએ ધામા નાખી શાળા માંથી ડી.વી.આર લઇ ગયા હતા અને ફર્નિચરને નુકશાન પહોચાડ્યું હતું.આ બનાવની જાણ હળવદ પોલીસને કરતા પોલીસે ધટના સ્થળે જઈને વધુ તપાસ ચલાવી હતી.મોરબી જીલ્લામાં સતત બીજા દિવસે સ્કુલોમાં તસ્કરોએ તરખાટ મચાવતા પોલીસની નિષ્ક્રિય કામગીરી સામે આવી છે.તેમજ પોલીસના નાઈટ પેટ્રોલિંગ પણ સેકડો સવાલો ઉભા થયા છે.શું પોલીસ તસ્કર ટોળકીને પકડવામાં સફળ થશે ? કે આમ જ લોકો અને સ્કૂલોને તસ્કરો નિશાન બનાવતા રહેશે તે તો હવે જોવાનું રહ્યું

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat