જેટકો સબ સ્ટેશનમાંથી 20 લાખના રીલેપેનલ ટેસ્ટીંગ મશીનની ચોરી

હળવદ તાલુકાના ચરાડવા ગામે જેટકો સબ સ્ટેશનમાંથી 20 લાખ જેટલી રકમના મશીનની ચોરી થયાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં થતા ચકચાર મચી જવા પામી છે.

હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ જેટકો સબ સ્ટેશનમાં કોઈ અજાણ્યા ઇસમેં પ્રવેશ કરી સબ સ્ટેશનના કિઓસ્ક રૂમમાં પ્રવેશ કરી મૂળ તમિલનાડુ અને હાલ મોરબી નવા રાધવ હોટલ નવા બસ સ્ટેન્ડ સામે રહેતા દિનેશકુમાર કે. સંગવન નાયડુએ રાખેલ રીલેપેનલ ટેસ્ટીંગ મશીન અંદાજીત કીમત 20,૦૦,૦૦૦ ની તા.૨૮-૧૦-૨૦૧૮ ના 6:૦૦ થી ૧૧:૦૦ ના સમયગાળા દરમિયાન ચોરી કરી લઇ ગયાની ફરિયાદ દિનેશકુમારે હળવદ પોલીસ મથકમાં નોંધાવી છે.તો હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ પીએસઆઈ પી.જી.પનારા ચલાવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat