



મોરબીના રવાપર રોડ પર આવેલ સિદ્ધી વિનાયક એપાર્ટમેન્ટ નજીકથી બોલેરો ગાડીની ચોરી થયાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
મોરબીના રવાપર-ધુનડા રોડ પર આવેલ સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટ નજીકથી બોલેરો કાર જીજે ૨૪એએ ૬૨૮૪ કીમત રૂ.૪૦૦૦૦૦ રાત્રીના કોઈ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ મિતુલભાઇ સુરેશભાઈ રાવલે મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે.તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



