મોરબીમાં સતવારા જ્ઞાતિની વાડીમાં ચોરી

મોરબીમાં સતવારા જ્ઞાતિની વાડીમાંથી તપેલા અને છીબાની ચોરી થતા ચકચાર મચી છે.આ મામલે સતવારા જ્ઞાતિના ટ્રસ્ટીએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગત મુજબ મોરબીના માધાપર વિસ્તારમાં આવેલ સતવારા જ્ઞાતિની વાડીના ગત તા. ૪ ના તાળા તોડી તેમાં રહેલ તપેલા નંગ ૭ અને ૨ નંગ છીબા કુલ કીમત રૂ.૮૫૦૦ ની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે.આ મામલે સતવારા જ્ઞાતિના ટ્રસ્ટી કરમશીભાઈ ખોડાભાઈ પરમારએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat