મોરબીના રાજપર ગામે એરપોર્ટ અંગે રાજ્યકક્ષાએ રજૂઆત

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના રાજપર ગામે એરપોર્ટ બનાવવા માટે મંજુરી મળી ગઈ હોવા છતાં કામ આગળ વધતું નથી અને એરપોર્ટ બનાવવાની કામગીરી સ્થગિત જોવા મળી રહી છે ત્યારે મોરબીના જાગૃત નાગરિકે આ મામલે રાજ્ય સરકારના મંત્રીને રજૂઆત કરી છે

        વિશ્વ હિંદુ પરિષદ મોરબી જીલ્લા મંત્રી હસમુખભાઈ ગઢવીએ રાજ્યના પાણી પુરવઠા મંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે મોરબીના રાજપર ગામે એરપોર્ટ માટે સરકાર દ્વારા મંજુરી આપે છે પરંતુ જે તે વખતે સરકારી જમીનમાં ખેત તલાવડી-ગ્રામ તલાવડી માટે જમીન આપના મંત્રાલય હસ્તક હતી હવે સરકારે એરપોર્ટ માટે જરૂરી મંજુરી આપેલ છે કમ્પાઉન્ડ વોલ માટે તથા બિલ્ડીંગ માટે માતબર રકમ ફાળવેલ છે પરંતુ મંત્રાલય દ્વારા તલાવડીની જમીન જો માર્ગ અને મકાન વિભાગને સોપવાની જરૂરી કાર્યવાહી કરવામાં આવે તો આગળની કાર્યવાહી થઇ સકે જેથી વહેલી તકે આપના મંત્રાલય દ્વારા જરૂરી કાર્યવાહી કરી તલાવડીની જમીન માર્ગ અને મકાન વિભાગને સોપવામાં આવે તો એરપોર્ટના ભગીરથ કાર્યમાં સહયોગ મળશે જ તેવી આશા છે અને આ અંગે જરૂરી કાર્યવાહી વહેલી તકે કરવાની અરજ કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat