ઓમ કાન-નાક-ગળાની હોસ્પીટલ ખાતે રાજ્ય કક્ષાની ચક્કર નિદાન કોન્ફોરન્સ યોજાશે

ગુજરાત રાજ્ય ના ઈતિહાસ મા પ્રથમ વખત મોરબી ખાતે રાજ્યકક્ષા ની ચક્કર નિદાન અંગે ની કોન્ફોરન્સ તા.૬/૭-૪-૨૦૧૯ શનીવાર તેમજ રવિવાર ના રોજ શહેર ના ડો. સતિષ જૈન કોન્ફોરન્સ હોલ, ઓમ ઈ.એન.ટી. હોસ્પીટલ, સાવસર પ્લોટ-૬ ખાતે યોજાશે. જેમા રાષ્ટ્રીય કક્ષા ના નિષ્ણાંત તબિબો ચક્કર ના કારણો તેમજ નિદાન અંગે માર્ગદર્શન આપશે.

ડો. શ્રીનિવાસન દોરસાલા-બેંગલોર, ડો. અવિનાશ બિજલાણી- દીલ્હી, ડો. સંદીપ શર્મા- લુધીયાણા, ડો. ચારુહાસ જગપત-ધુલે, ડો. રમેશ રોહીવાલ- ઔરંગાબાદ, ડો. સુર્યપ્રકાશ- બેંગલોર, ડો. સ્વરૂપ મિશ્રા- ભુવનેશ્વર, ડો. દર્શન ભટ્ટ- રાજકોટ, ડો. નિલય શાહ- આણંદ, ડો. પ્રિતી મડાન- લુધીયાના સહીત ના નિષ્ણાંતો માર્ગદર્શન આપશે તેમજ ચક્કર ની તપાસ ના સાધનો ની ્તાલીમ દરેક પાર્ટીસિપેન્ટ ડોક્ટર્સ ને આપવા મા આવશે તેમ ડો. હીતેશ પટેલ, ડો. પ્રેયશ પંડ્યા, ડો. હીતેશ બી. શાહની યાદી મા જણાવ્યુ છે.

Comments
Loading...
WhatsApp chat