

મોરબીની સિવિલ હોસ્પિટલની દુર્દશા અંગે સ્થાનિક તંત્ર કાઈ કરતુ ના હોય અનેક રજુઆતો છતાં હાલત સુધરતી ના હોય ત્યારે આજે રાજ્યના આરોગ્ય પ્રધાન મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવી ચડ્યા હતા
રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી આજે સવારે મોરબીની સિવિલ હોસ્પિટલ પહોંચતા સૌ કોઈમાં આશ્ચર્ય સર્જાયું હતું સિવિલ હોસ્પિટલ અંગે અનેક અહેવાલો માધ્યમોમાં ચમકતા રહે છે તો રજુઆતોનો દોર છતાં સિવિલની હાલત સુધારવાને બદલે બગડતી જોવા મળતી હોય ત્યારે આરોગ્ય પ્રધાનની અચાનક મુલાકાતથી હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી હતી તો રાજ્યના આરોગ્ય પ્રધાન હોસ્પિટલના વિવિધ વિભાગોમાં જઈને સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે