બિલેશ્વર મહાદેવ મંદિરના પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવનો ગુરુવારથી પ્રારંભ

 

બીલેશ્વર મહાદેવ મંદિરનો પુનઃપ્રતિષ્ઠા મહોત્સવ તા.૮ થી ૧૦ દરમિયાન યોજાનાર હતો. અનિવાર્ય કારણોસર આ મહોત્સવના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી હવે મહોત્સવ તા.૧૧થી ૧૩ સુધી યોજાશે.

બિલિયા, બરવાળા, બગથળા અને ખાખરાળા ગામ વચ્ચે આવેલા બીલેશ્વર મહાદેવ મંદિરે આગામી તા.૮ થી ૧૦ સુધી પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ અનિવાર્ય કારણોસર મહોત્સવની તારીખ પાછળ ધકેલવામાં આવી છે. જેથી આ મહોત્સવ આગામી તા.૧૧ થી ૧૩ સુધી યોજાશે.

મહોત્સવમાં તા.૧૧ને શુક્રવારે સવારે ૮ કલાકે દેહ શુદ્ધિ, બપોરે ૨:૩૦ કલાકે ગૃહ શાંતિ, મંડપ પ્રવેશ, સાયંમ આરતી, તા.૧૨ને શનિવારે સવારે ૮ કલાકે પ્રાતઃ પૂજા, જલયાત્રા, નગરયાત્રા, મૂર્તિ મંડપ પ્રવેશ, મહાઅભિષેક, સાયમ આરતી, સાંજે ૫:૩૦ કલાકે બિલિયા થી બીલેશ્વર મંદિર સુધી શોભાયાત્રા, રાત્રે ૮:૩૦ થી ૧૦ સુધી નવધાભક્તિ, રાત્રે ૧૦ કલાકે કાનગોપી, તા.૧૩ને રવિવારે સવારે ૮ કલાકે પ્રાતઃપૂજા, મૂર્તિ સ્થાપના, શ્રીફળ હોમ, મહાઆરતી, બપોરે ૨:૩૦ થી ૫ ધર્મસભા અને સાંજે ૫:૩૦ કલાકે મહાપ્રસાદ યોજાશે.

Comments
Loading...
WhatsApp chat