


મોરબી વૈદ્યસભા દ્વારા સનાળા રોડ પર ડો.બી.કે.લહેરુના દવાખાના ખાતે સવારે ૯ થી ૧૧ પાંચ દિવસ માટે ઉકાળા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.ઉકાળા કેન્દ્રના શુભારંભ પ્રસંગે વૈદ્યસભા પ્રમુખ બી.એન પંડ્યા,મહેશ ભટ્ટ,કિશન મહેતા,નરેન્દ્રભાઈ,ગીરીશભાઈ બારોટ,સહિતના હાજર રહ્યા હતા.આ ઉકાળા કેન્દ્રનો બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કરાયો છે.