રણકાંઠા વિસ્તારના બાળકો માટે ખેલ-કલા મહોત્સવનો પ્રારંભ

 

મોરબી જિલ્લા વ્યાયામ અને કલા શિક્ષક સંધ ના ઉપક્રમે ખેલ અને કલા મહાઉત્સવ-ટીકર (તા-હળવદ) ના આંગણે વ્યાયામ અને કલા શિક્ષક થી વંચિત શાળાના બાળકો માટે અનેરો મહોત્સવ રણકાંઠા વિસ્તાર ના બાળકો ને ઉનાળુ વેકેશન પ્રવૃતિમય તેમજ નવું શિખવા નું વાતાવરણ મળે બાળકો નો સર્વાંગી વિકાસ ના હેતુથી વ્યાયામ,ચિત્ર અને સંગીત એ ઔષધરૂપી કાર્યકુશળતા અને કૌશલ્ય રૂપી પાયારુપી જ્ઞાન છે .

હાલ ના સમયે મળવું દુર્લભ છે. એવા સમયે તાલીમ સજ્જ અને અનુભવી વ્યાયામ અને કલા ની તાલીમ મેળવેલ ભાઈઓ-બહેનો દ્વારા બાળકો ને વેકેશન સમયે આવા વિષય નું કોચિંગ મળે વ્યાયામ અને કલા શિક્ષક સંઘ દ્વારા વ્યાયામ અને કલા શિક્ષણ થી વંચિત બાળકો માટે નિઃશુલ્ક સેવા નું કાર્ય કરવા માં આવી રહ્યું છે.

બાળકો માં રહેલી સુષુપ્ત શક્તિ ને ઉજાગર કરે તેવા ઉમદા હેતુ સાથે 10 થી વધુ પ્રવૃત્તિ જેવી કે વોલીબોલ, રાઈફલ શુટિંગ, આચૅરી, યોગાસન, કરાટે,ચિત્ર,સંગીત,એથ્લેટીક્સ,જેવી વિવિધ પ્રકારની પ્રવૃત્તિ ની તાલિમ નિ:શુલ્ક મળે માટે ત્રિદિવસીય ફ્રી સમરકેમ્પ માં પ્રથમદિવસે 175 થી વધુ બાળકોએ ભાગ લીધો આજે પ્રવૃત્તિ માં આચૅરી, કરાટે અને ચિત્ર શિખવવામાં આવ્યુ

તેમજ ભાગ લેનાર દરેક બાળક ને પ્રમાણ પત્ર ઉપરાંત સ્પર્ધામાં ૧થી ૩ માં વિજેતા થનાર બાળક ને પ્રોત્સાહન ના ભાગ રૂપે ઇનામ આપવા માં આવશે. દરેક બાળક માટે નાસ્તા નું આયોજન કરવા માં આવેલ છે તેવુ મોરબી જિલ્લા વ્યાયામ અને કલા શિક્ષક સંધ ના પ્રમુખ શૈલેશભાઈ પરમારે જણાવ્યું હતુ

Comments
Loading...
WhatsApp chat